Aasan Angreji (આસાન અંગ્રેજી)
નગેન્દ્ર વિજય
શું આપ .........
અંગ્રેજી ભાષા શીખવા અગર તો શીખવવા માગો છો ?
સફળ કારકિર્દી માટે અંગ્રેજી પર પ્રભુત્વ ધરાવવા માગો છો ?
અંગ્રેજીની IELTS અને TOEFL જેવી પરીક્ષા આપવા માગો છો ?
અંગ્રેજીના દરેક પાસાને આવરી લેતું રેડી રેફરન્સ જેવું પુસ્તક શોધી રહ્યા છો
ભાંગ્યાતૂટ્યાને બદલે એકદમ સહજ રીતે કડકડાટ અંગ્રેજી બોલવું છે ?
વિદેશ જવા માટે અંગ્રેજી ભાષા પર હથોટી મેળવવી છે ?
એકવીસમી સદીના ગ્લોબલાઈઝેશન યુગમાં અંગ્રેજીનું જ્ઞાન હવે સૌને માટે અનિવાર્ય બન્યું છે. આમ છતાં અનેક લોકોને અંગ્રેજી શીખવું અઘરું યા માથાફૂટીયુ જણાય છે.
અંગ્રેજી ભાષા સાચે જ અઘરી છે? બિલકુલ નહિ -અને નગેન્દ્ર વિજય જયારે પોતાની અનોખી શૈલીમાં અંગ્રેજી શીખવે ત્યારે તો મુદલે નહિ. પ્રસ્તુત પુસ્તકમાં અંગ્રેજી ભાષાનો એ-ટુ-ઝેડ પરિચય અત્યંત સરળ,રસાળ અને મનોરંજક ઢબે કરાવ્યો છે.પુસ્તકનો આરંભ અંગ્રેજી ભાષાના ઇતિહાસથી કર્યો છે અને ત્યાર પછી શરુ થતું અંગ્રેજી આલ્ફાબેટ્સ ,નામ, સર્વનામ, વિશેષણ, ક્રિયાપદ, ક્રિયાવિશેષણ, વગેરેનું સ્ટેપ-બાય-સ્ટેપ વર્ણન એટલું રોચક છે કે વાંચતા જાવ તેમ અંગ્રેજી વ્યાકરણ વિશે મનમાં બાઝેલા બાવાંજાળા દૂર થતા જાય છે .
માહિતી સાથે મનોરંજનનો સમન્વય કરતુ આવું પુસ્તક અગાઉ કદી લખાયું નથી.ગુજરાતી તો ઠીક, બીજી એકેય પ્રાંતીય ભાષામાં પણ નહિ !