૧૦૧ વિશ્વવ્યાપી સુપર બ્રાન્ડ્સ વિશ્વભરની ૧૦૧ જાણીતી સુપર બ્રાન્ડ્સની સફળતા પાછળની રસપ્રદ વાતો અને રોમાંચક હકીકતો લગભગ દરરોજ તમારી નજરે ચડતી વિશ્વભરમાં જાણીતી આં બ્રાન્ડ્સ કઈ રીતે નાનકડી શરુઆત બાદ તમામ પડકારો ઝીલી પોતાની શાખ બનાવી સફળતાના શિખર પર પહોંચી તેનું રહસ્ય જાણો. ઝીરોમાંથી હીરો બનનારી બ્રાન્ડ્સની સફળતા પાછળના બ્રાન્ડ મેનેજમેન્ટના પાઠ આં પુસ્તકમાં અલગ તારવી વર્ણવવામાં આવ્યા છે જે આપને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા માટે પ્રેરણા અને માર્ગદર્શન આપી શકે તેમ છે.
શું આપ જાણો છો કે....
લેખક વિશે : આં પુસ્તકના લેખક ડો. સુધીર દીક્ષિત સેલ્ફ હેલ્પ અને મેનેજમેન્ટના જાણીતા અભ્યાસુ છે અને તેઓએ આ વિષય પર પાંચ પુસ્તકો લખવા ઉપરાંત ડેલ કાર્નેગી, રોન્ડા બ્રાયન (સિક્રેટ), જે કે. રોલિંગ (હેરી પોટર ) સહિતના અનેક ખ્યાતનામ લેખકોના ઇન્ટરનેશનલ બેસ્ટસેલર્સ પુસ્તકોના હિન્દી અનુવાદ કર્યા છે.