સરદાર પટેલ - એક સમર્પિત જીવન - રાજમોહન ગાંધી Sardar Patel: Ek Samarpit Jivan By Rajmohan Gandhi
ભારતના પનોતાપુત્ર લોહપુરુષ જેમનું આઝાદીના સંગ્રામ માટે અને રાષ્ટ્રના ઘડતર,ચણતર માટે ગાંધીજી પછી સૌથી વધુ યોગદાન રહ્યું એવા સરદાર પટેલના જીવન અને કાર્ય વિષે બહુજન સમાજ થોડા કિસ્સાઓથી અતિરિકત ખૂબ ઓછું જાણે છે. "સરદાર પટેલ એક સમર્પિત જીવન" -શ્રી રાજમોહન ગાંધીનો સરદાર પટેલના જીવન,કાર્યોનો બૃહદ ગ્રંથ છે. પુષ્કળ સંશોધન બાદ લખાયેલ આ પુસ્તક ન કેવળ સરદાર પટેલ પણ પૂર્વ અને અનુ સ્વાતંત્ર્ય સમયની ઘટનાઓને બખૂબી ઉજાગર કરે છે. જો સરદાર ભારતના પ્રથમ વડાપ્રધાન થયા હોત તો આજે દેશની પરિસ્થિતિ શું હોત? સરદારને એમના જીવનકાળ દરમ્યાન અને ત્યારબાદ સતત અન્યાય થયા છે અને એમની ઉપેક્ષા થઈ છે, એ વાત હંમેશ ચર્ચાતી રહી છે. લોક માનસમાં પડઘાતી રહી છે.પુસ્તકમાં એની વિગતે છણાવટ થઈ છે.